મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતના માજી ચેરમેનના પુત્ર સાથે વિશ્વાસઘાત કરનાર બાવાજી બેલડી પૈકી એકની ધરપકડ


SHARE







મોરબી જીલ્લા પંચાયતના માજી ચેરમેનના પુત્ર સાથે વિશ્વાસઘાત કરનાર બાવાજી બેલડી પૈકી એકની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપના ધરાવતા રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખના દીકરાએ ત્યાં કામ કરતા કર્મચારી અને તેના ભાઈની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી કેમ કે, પેટ્રોલ વેચાણની રકમ પેટ્રોલ પંપમાં જમા કરાવવાના બદલે તે કર્મચારીએ તેના ભાઈને રોકડા રૂપિયા આપી દીધા હતા અને તેઓની સાથે વિશ્વાસઘાત કર્યો હતી જેની પેટ્રોલ પંપના માલિકએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે બે પૈકીનાં પેટ્રોલ પંપના કર્મચારીની ધરપકડ કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબીમાં સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક ચોકડી નજીક ધરતી પેટ્રોલ પંપ ધરાવતા અને જૂની પીપળી ગામે રહેતા રાજકોટ જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખ હંસાબેન પારઘીના દીકરા વિજયભાઈ જેઠાભાઇ પારઘીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના કર્મચારી ભરતગીરી લક્ષ્મણગીરી બાવાજી જાતે ગોસ્વામી રહે ગંગવા ગામ બનાસકાંઠા અને તેના ભાઈ રમેશગીરી લક્ષ્મણગીરી બાવાજી જાતે ગોસ્વામી રહે.ગંગવા ગામ તા.દાંતા જિલ્લો બનાસકાંઠા વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે હતી કેમ કે, ભરતગીરીએ રાત્રિ દરમિયાન પેટ્રોલ પંપએથી પેટ્રોલ ભરવાની કામગીરી કરી હતી અને તેની પાસે પેટ્રોલ વેચાણના ૭૮૫૦૦ રૂપિયા આવ્યા હતા તે પેટ્રોલ પંપમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત કાયદા માટે રાખીને તે રૂપિયા તેને પોતાના ભાઈને આપી દીધા હતા અને ત્યારબાદ બંને ભાઈઓ ભાગી ગયેલ હતા જેથી વિજયભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ બનાવમાં પીએસઆઈ એલ.એન. વાઢિયાં તેમજ રાઇટર સંજયભાઈ લકુમે આરોપી ભરતગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી જાતે બાવાજી (૪૬) રહે. ગંગવા તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે અને બીજા આરોપી રમેશગીરીને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

આધેડ ઇજાગ્રસ્ત

મોરબીના રહેવાસી રસુલભાઈ ઉંમરભાઈ મકરાણી નામના ૫૦ વર્ષના આધેડ વાંકાનેર હાઇવે ઉપર મકાનસર નજીક હતા ત્યાં ટ્રકમાં તેઓને કોઈ કારણોસર અકસ્માતે પાઇપ લાગી જતા ઈજાઓ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ગુજરવદી ગામના સમતાબેન વશરામભાઈ નામના ૬૩ વર્ષના આધેડ મહિલા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અઅંગે ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પાટીદાર સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં હાજીભાઈ હુસેનભાઇ કુંભાર (૪૦) રહે.ભચાઉ (કચ્છ) વાળાને ઇજાઓ પહોંચતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે






Latest News