મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબીના જેતપર ગામે નજીકની વાતમાં યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી જેથી કરીને યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આજે વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના જેતપર ગામે રહેતા રાજેશભાઈ ભૂદરભાઈ કંડિયા જાતે પટેલ (૩૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલભાઈ નથુભાઈ કેડાઅબ્દુલભાઈનો દીકરો ભૂરોઅબ્દુલભાઈનો દીકરો ઈમ્તિયાઝઅસલમ હનીફઅબ્દુલભાઈનો ભત્રીજો અકીલઅબ્દુલભાઈનો ભત્રીજો સાહિલતુફાન ઓસમાણ અને હુસેન ઓસમાણની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, જેતપર ગામે પોતાની કાર લઈને ચામુંડા પાન પાસે ઉભા હતા ત્યારે અબ્દુલભાઈનો દીકરો ભૂરો ત્યાં આવ્યો હતો અને મારા ભાઈ ઉપર કેમ ગાડી નાખેલ છે તેમ કહીને ગાળો આપી હતી અને કારમાં ધોકો મારીને કાચ તોડી નાખ્યો હતો ત્યારબાદ ચાર બાઈકમાં બાકીના આરોપીઓ ત્યાં આવ્યા હતા તેઓના હાથમાં છરી ધોકા જેવા હથિયાર રાખ્યા હતા અને તેના વડે સ્વીફ્ટ કાર નંબર જીજે ૧૮ બીબી ૯૯૪૦ ના કાચમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું

ત્યારબાદ અબ્દુલ નથુ કેડાએ તેના હાથમાં રહેલ છરી વડે રાજેશ કંડિયાને હાથે પગે છરીના ઘા ઝીકયા હતા અને તેના દીકરા ભૂરાએ તેના હાથમાં રહેલ ધોકા વડે માર માર્યો હતો તેવી જ રીતે તુફાન ઓસ્માણે પણ ધોકા વડે ફરિયાદીને માર માર્યો હતો અને અબ્દુલ નથુ કૈડાએ રાજેશ કંડિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા રાજેશ ભુદરભાઈ કંડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા પછી તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં પોલીસે અગાઉ અબ્દુલ ઉર્ફે કાનો નથુ કૈડા જાતે સંધિ (૫૦)ઇમ્તીયાઝ અબ્દુલ કૈડા જાતે સંધિ (૨૪)સાહિદ હબીબ કૈડા જાતે સંધિ (૨૬) અને અકીલ હબીબ કૈડા જાતે સંધિ (૨૩) રહે.ચારેય સંધીવાસ જેતપર વાળાની ધરપકડ કરેલ છે હતી ત્યાર બાદ આ ગુનામાં તાલુકા પીએસઆઇ વી.બી.પીઠીયા દ્વારા ફિરોઝ અબ્દુલભાઈ કૈડા જાતે સંધિ (૨૩)તુફાન ઓસમાણ કૈડા જાતે સંધિ (૨૨)હુસેન ઓસમાણ  કૈડા જાતે સંધિ (૩૧) અને અસ્લમ હનીફભાઇ બુખારી જાતે સૈયદ (૨૨) ની ધરપકડ કરવામાં આવી છે






Latest News