વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જુગારની બે રેડ, ૧૩ જુગારી પકડાયા: મોરબીમાં ૮ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરમાં જુગારની બે રેડ, ૧૩ જુગારી પકડાયા: મોરબીમાં ૮ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી જિલ્લાના વાંકાનેરમાં જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૩ જુગારી પકડાયા હતા જેથી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

નવાપરા જુગાર

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પુલના છેડે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા પ્રતાપભાઈ જયંતીભાઈ કડીવાર, કમલભાઈ બાલાજીભાઈ કડીવાર, કિશોરભાઈ શાંતિલાલ કડીવાર, દશરથભાઈ ધીરુભાઈ કડીવાર, સાગરભાઇ પરબતભાઈ કડીવાર, રાજુભાઈ જેન્તીભાઈ કડીવાર, દિપકભાઈ કનુભાઈ કડીવાર, કિશનભાઇ જયંતીભાઈ કડીવાર અને પ્રફુલભાઈ વજાભાઈ ચારોલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૫૬૬૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી

ભાટીયા સોસાયટી

વાંકાનેર ની ભાટિયા સોસાયટીમાં આવેલ શારદા સ્કૂલ વાડી શેરીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ક્રિપાલદાન જશુદાન બહારહટ, રફિકભાઈ કરમાણીભાઇ પંચવાણી, ગુલાબભાઈ વસીમભાઈ શેરસીયા અને જયેશભાઈ હકાભાઇ માલણ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૫૬૮૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આઠ બોટલ દારૂ

મોરબીમાં સર્કિટ હાઉસ સામેના ભાગમાં આવેલ ભંગારના ડેલામાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી આઠ બોટલ દારૂ મળી આવ્યો હોય પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથ્ હાજીભાઈ મુસાભાઇ કુરેશી (ઉંમર વર્ષ ૩૦) રહે. ભંગારનો ડેલો તલાવડી વાસ શક્તિ ચોક પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News