મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સુભાષ ચોક ખાતે કાલે દાંડીયારાસ અને મટકીફોડનું આયોજન કરતુ વૃંદાવન યુવા ગ્રુપ


SHARE











મોરબીના સુભાષ ચોક ખાતે કાલે દાંડીયારાસ અને મટકીફોડનું આયોજન કરતુ વૃંદાવન યુવા ગ્રુપ

આવતીકાલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ આયોજન થઈ રહ્યા છે.શહેરમાંથી દર વર્ષની જેમ હિન્દુ સંગઠનો દ્રારા મોટી શોભાયાત્રા નીકળશે જેમાં આકર્ષક ફલોટ સાથે ટ્રક સહિતના વાહનો જોડાશે અને નાચતા ગાતા સૌ લોકો શોભાયાત્રામાં જોડાશે અને બાદમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રીતે મટકી ફોડ કરવામાં આવે છે તે રીતે જ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મટકી ફોડ કરવામાં આવશે તે ઉપરાંત મોરબીમાં શહેરના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે બનાવવામાં આવેલ નેતા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા કે જેને સુભાષચોક નામ આપવામાં આવ્યું છે ત્યાં વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં રાસ ગરબા અને મટકી ફોડના કાર્યક્રમો યોજાશે.

 

મોરબીમાં વૃંદાવન યુવા ગ્રુપ દ્વારા આવતી કાલે તા.૧૯ ને જન્માષ્ટમી નિમિતે રાત્રે ૯ વાગ્યે રાસ ગરબાનું તેમજ રાત્રે ૧૨ કલાકે મટકીફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.મોરબીના  શનાળા રોડ, સરદાર બાગ સામે આવેલા સુભાષ ચોક ખાતે આ આયોજન વૃંદાવન યુવા ગ્રુપ દ્રારા કરવામાં આવેલ છે.કૃષ્ણજન્મોત્સવમાં જોડાવા માટે મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.વધુમાં આયોજકોએ જણાવ્યા મુજબ કૃષ્ણજન્મોત્સવના ફાળામાં જે કાંઇ રકમ આવશે તે રકમ ગૌસેવામાં વાપરવામાં આવશે.

તેમજ મોરબીમાં સામાકાંઠે સોઓરડી વિસ્તાર શાકમાર્કેટ ચોક જારીયા પાન પાસે જન્માષ્ટમી મહોત્સવ કાર્યક્રમમાં ૧૫ મી ઓગષ્ટના દિવશે ભારત માતા મંદિર પ્રોજેક્ટ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ભારત માતા મંદિરનો પ્રોજેક્ટ તા ૧૫ થી ૧૯-૮ સુધી ખુલ્લો રહેશે.આ પ્રોજેક્ટ વિષ્ણુ જે.મજેઠીયા દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટ બનાવામાં ૧૨ દિવસની મહેનત કરી હતી દેશના નાગરીકોમાં જાગૃતતા લાવવા અને ગુજરાતમા કોઈપણ ખુણે મોટુ વિશાળ જગ્યામાં માઁ ભારતમાતાનું મંદિર બનાવવામાં આવે તેવી સરકાર પાસે અપેક્ષા સાથે જારીયા પાન શાકમાર્કેટ ચોક સોઓરડી વિસ્તાર નોરબી-૨ માં આઠમના દિવસે રાત્રે ૧૨ કલાકે મટકીફોડ કાર્યક્રમ પણ ઊજવાશે સર્વેને સોઓરડી વિસ્તાર ગૃપે જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News