મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ માળીયા વનાળીયા સોસાયટીમાંથી મહિલા બુટલેગરનો ૨૮૦ લીટર દારૂ પકડ્યો


SHARE







મોરબી એલસીબીએ માળીયા વનાળીયા સોસાયટીમાંથી મહિલા બુટલેગરનો ૨૮૦ લીટર દારૂ પકડ્યો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલી બાતમીના આધારે તેઓએ મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળિયા-વનાળીયા સોસાયટીમાં લીસ્ટેડ મહિલા બુટલેગર સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ રસુલ કટિયા જાતે મિંયાણાના મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસને રૂા.૫૬૦૦ ની કિંમતનો ૨૮૦ લીટર દેશી દારૂ મળી આવતા સોનલ કટિયા સમે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે.તેમજ મોરબી તાલુકા પોલીસે ધુળકોટ ગામે હાઇસ્કુલ પાસે બાવળની જાળીમાં રેડ કરીને ત્યાંથી ૧૨ લિટર દેશીદારૂ પકડ્યો હતો અને સતાર રજાક લાખા જાતે સંધિ મુસ્લિમ (૨૫) રહે.ધુળકોટ વાળાની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરી હતી.

માળીયા મીંયાણા જુગાર

માળીયા મીંયાણા પોલીસને મળેલ બાતમીને આધારે તેઓએ વર્ષામેડી ગામે ચામુંડા માતાના મંદિર પાસે રેડ કરી હતી.જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલ ભુપત હરખા મહાલીયા જાતે કોળી (૩૦), મનસુખ ચતુર ભીમાણી જાતે કોળી (૪૦) અને મગન શંભુ ચાવડા જાતે કોળી (૫૩) રહે.વર્ષામેડી તાલુકો માળીયા(મિં.)ની રોકડા રૂા.૫૨૪૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.જયારે મોરબી એ ડિવિઝન પોલીસે કંડલા બાયપાસ ૨૫ વારીયા જોગણીનગર વિસ્તારમાં ઝૂંપડામાં રહેતા રાજુ બોઘા મલ જાતે કાંગસિયા (૪૨) ની પંદર લીટર દેશી દારૂ કિંમત રૂા.૩૦૦ સાથે ધરપકડ કરી હતી.

ઉલ્ટી થતા યુવાનનું મોત

મોરબીના લીલાપર ગામે આવેલ તીર્થંક પેપર મિલના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા સુરજભાણ યાદવ નામના ૩૫ વર્ષના યુવાનને છેલ્લા બે-ત્રણ દિવસથી જાડા અને ઉલ્ટીઓ થતી હોય ગઈકાલે બપોરે અગીયારેક વાગ્યાના અરસામાં થયેલ ઉલ્ટી દરમિયાન સુરજભાનનું મોત નીપજયુ હતુ અને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News