મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર અને મેસરીયા ગામે રેડ, ૧૬ પૈકી ૫ ભાગી છુટયા


SHARE











વાંકાનેરના હસનપર અને મેસરીયા ગામે રેડ, ૧૬ પૈકી ૫ ભાગી છુટયા

મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે વાંકાનેર સિટી પોલીસ અને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બે રેડ કરવામાં આવી હતી. જેમાં જુદીજુદી બે રેડમાં કુલ ૧૬ ઈસમો પત્તા ટીંચતા મળી આવ્યા હતા.જે પૈકી પોલીસને જોઈને પાંચ પત્તાપ્રેમીઓ ભાગી છુટયા હોય તેને ઝડપી પાડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના પી.ડી.ઝાલા સહીતનાઓને મળેલ બાતમીના આધારે હસનપર ગામે જુગારની રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમી રહેલાઓ પૈકા નવઘણભાઇ ગાંડુભાઇ રીબડીયા જાતે કોળી (૨૭) રહે.હશનપર તા.વાંકાનેર જી.મોરબી તથા ગણેશભાઇ દિનેશભાઇ દલસાણીયા જાતે કોળી (૨૨) રહે.હશનપર સ્થળ ઉપરથી પકડાયા હતા જયારે પોલીસને જોઇને લાલજીભાઇ જેરામભાઇ દલસાણીયા રહે.હશનપર તા.વાંકાનેર, સુરેશભાઇ કોળી રહે.હસનપર મીસ્ત્રીના કારખાના પાસે, મહેન્દ્ર ઉર્ફે પાજી સરદારજી રહે. નવાપરા વાંકાનેર, ભાવિનભાઇ કોળી રહે.હસનપર પટેલ કારખાના પાસે, અને વિજયભાઈ મનસુખભાઈ પરસોંડા રહે.હસનપર ભાગી છુટયા હતા.હાલમાં ગંજીપતાના પાના તથા પૈસાવતી તીનપતીનો પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રહેલા નવઘણ અને ગણેશની રોકડા રૂા.૬૧૮૦ તથા નંબર પ્લેટ વગરના હીરો સ્પલેન્ડર પ્લસ કિંમત રૂા.૪૦,૦૦૦  એમ કુલ રૂા.૪૬૧૮૦ સાથે ધરપકડ કરીને ભાગી છુટેલ પાંતેયને પકડવા પોલીસે તજવીજ શરૂ કરેલ છેે.

તેમજ વાંકાનેર તાલુકા પોલીસ મથકના મયુરધ્વજસિંહ જાડેજા સહીતના સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ વાંકાનેરના મેશરીયા ગામે છીપેળાવાળી સીમમાં આવેલ છગનભાઇ કાનાભાઇ રાઠોડની વાડીના શેઢે રેડ કરી હતી જયાં જાહેરમાં જુગટુ ખેલી રહેલા પ્રવિણભાઇ ભોપાભાઇ રાઠોડ જાતે કોળી (રર), સાગરભાઇ વીનુભાઇ રાઠોડ જાતે કોળી (૨૩), મનસુખભાઇ ચોથાભાઇ રાઠોડ જાતે કોળી (ર૪), સંજયભાઇ છગનભાઇ રાઠોડ જાતે કોળી (૨પ), દિનેશભાઇ માવજીભાઇ કુમખાણીયા જાતે કોળી (ર૩), લાખાભાઇ મનુભાઇ મેવાડા જાતે રાવળદેવ (ર૩), જગદીશભાઇ વિનુભાઇ રાઠોડ જાતે કોળી (રર), વિક્રમભાઇ છગનભાઇ રાઠોડ જાતે કોળી (ર૧) અને નવઘણભાઇ વિશાભાઇ રાઠોડ જાતે કોળી (રપ) રહે.બધા મેશરીયા તા.વાંકાનેર જી.મોરબી જાહેરમાં ગોળકુડાળુ વાળીને ગંજીપતાના પાના તથા પૈસાવતિ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોય ગંજીપતા તથા રોકડ રૂા.૧૪,૭૦૦ના સાથે અટકાયતો કરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ચાંચાવદરડા ગામના પાટીયા પાસેથી પગપાળા જઇ રહેલા દિનેશભાઈ મેરૂભાઈ પરમાર (૪૨) રહે.સરવડ તા.માળીયાને બાઈક લઈને જઈ રહેલ મોહનભાઈ ગોવિંદભાઈ મુછડીયા (૨૬) રહે.સરવડ તા.માળીયા મીંયાણા વાળાએ હડફેટે લેતા પગપાળા જઈ રહેલા દિનેશભાઈ પરમારને તેમજ બાઈક સવાર મોહનભાઈ મુછડીયા બંનેને ઇજાઓ થયેલ હોવાથી તેમને ક્રિષ્ના હોસ્પિટલે તેમજ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News