મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો


SHARE







મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જન્મદિન ઉજવ્યો

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામા આવી રહ્યો છે.ત્યારે તેમા મોરબીના જાણીતા ઉદ્યોગપતિ, પાટીદાર સમાજ અગ્રણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એવા જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને  કરી હતી. પ્રવર્તમાન સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પટેલે આ સેવાકાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સમાજને નવી રાહ ચિંધી હતી.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.તેમ શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.




Latest News