વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !


SHARE







મોરબી જિલ્લા મયુર ડેરીમાં દૂધની આવક ઘટીને એક લાખ લિટરની અંદર આવી ગઈ !

મોરબી સહિત ગુજરાતમાં લંપી વાયરસના કેસ વધી રહ્યા છે અને છેલ્લા ત્રણ માહિનામાં ઘણા પશુઘનના મોત પણ થયા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલા મયુર ડેરીમાં જિલ્લામાંથી આવતા દૂધમાં દિનપ્રતિ દિન ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ધીમે ધીમે કરતાં આજની તારીખે માલધારીઓ દ્વારા ત્રણ મહિના ફેલા જે દૂધ ભરવામાં આવતૃ હતું તેમાં તોતિંગ ઘટાડો થઈ ગયો છે

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લંપીએ હાહાકાર મચાવ્યો છે અને છેલ્લા ત્રણ માહિનામાં મોરબી જિલ્લામાં લંપી વાયરસના લીધે ઘણા ગૌવંશના મોત થયા છે તેવું જિલ્લાના પશુપાલન અધિકારીએ જણાવ્યુ છે અને હજુ પણ આ રોગથી અબોલ જીવને બચાવવા માટે રસીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને જે અબોલ જીવના મોત થયા છે તેમાંથી ઘણા દૂધાળા પશુ હતા જેથી કરીને દૂધની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે મોરબી જિલ્લા દૂધ સંઘ એટ્લે કે, મયુર ડેરીમાં જિલ્લામાંથી માલધારીઓ સહિતના લોકો દૂધ આપવા માટે આવે છે જો કે, લંપી વાયરસના લીધે દૂધાળા ગૌવંશમાં દૂધની આવક ઘટી ગયેલ છે અને મયુર ડેરીમાં દરરોજ ૧.૬૦ લાખ લિટર દૂધ લંપી વાયરસ પહેલા આવતું હતું જો કે, આજની તારીખે તે એક લાખ લિટરની અંદર આવી ગયું છે અને હજુ પણ દૂધની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે અને આગમી દિવસોમાં દૂધની હાલમાં જેટલી ઘટ છે તે પૂરી કરવા માટે અંદાજે  છ મહિનાથી અકે વર્ષ જેટલો સમય લાગશે તેવું સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાએ જણાવ્યુ છે




Latest News