મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર રાજકોટનો ઇસમ પકડાયો


SHARE







મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર રાજકોટનો ઇસમ પકડાયો

મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવેલ બાઇકની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ જેના આધારે પોલીસે રાજકોટના ઇસમની ચોરીના ઉપરોકત ગુનામાં ધરપકડ કરેલ છે.

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ ધર્મમંગલ સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કાજ કરતા જલ્પનભાઈ હિરજીભાઈ અઘેરા જાતે પટેલ (ઉંમર ૩૪) પોતાનું બાઈક નંબર જીજે ૧૦ સીસી ૧૯૬૧ લઈને મોરબીની સિવિલ હોસ્પિટલે આવ્યા હતા અને ત્યાં તેઓએ પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકને પાર્કિંગમાંથી કોઈ શખ્સ ચોરી કરી ગયેલ તેથી ભોગ બનેલા જલ્પનભાઈ અઘેરા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રૂા.૨૫,૦૦૦ ની કિંમતનું બાઈક ચોરી થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેના આધારે વાહન ચોરીનો ગુનો નોંધ્યો હતો.હાલમાં એ.એમ.ઝાપડીયા દ્રારા બાઇકની ચોરી કરનાર હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર જાતે ફકીર (ઉમર ૩૭) રહે.ગંજીવાડા રાજકોટને પકડી પાડીને આગળની તજવીજ શરૂ કરી છે.




Latest News