મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર બિહારીના ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના ઉદ્યોગપતિ પાસે ખંડણી માંગનાર બિહારીના ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પાસે લોરેન્સ બીશ્નોઇ ગેંગના નામે દ્વારા ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી હતી અને અજાણ્યા શખ્સ દ્વારા ઉદ્યોગકારના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ઉપર મેસેજ, ઓડિયો અને વિડીયો પણ મોકલાવવામાં આવ્યા હતા અને રૂપિયા મોકલી આપવા ધમકી આપી હતી જેની ફરિયાદના આધારે પોલીસે મૂળ બિહારના એક શખ્સની ધરપકડ કરી હતી અને તેને કોરટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના રિમાન્ડ મંજુર કરેલ છે


મોરબીના નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા જાતે પટેલ (૩૭)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખંડણીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેઓના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને વોટસએપ ઓડીયો કોલ કરીને તેમજ ઓડીયો, વિડીયો અને મેસેજ મોકલાવીને ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીનેખંડણી માંગનારા અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ઉદ્યોગકારને મેસેજ, ઓડિયો અને વિડીયો મોકલાવીને ખંડણી માંગનારા અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, હાલ નારોલ અલહબીબ એસ્ટેટ અમદાવાદ મૂળ બિહાર વાળાની ઝડપી લીધો હતો અને તેના ભાઈ કલીમુલ્લા મોમતાઝ મુસ્લિમ (૧૯) રહે, જેકટીયા મમૈણીયા તાલુકો બેનિયા પશ્ચિમ ચંપારણ બિહાર વાળા સહિત ત્રણ આરોપીને પક્દ્વના બાકી છે જો કે, અમરૂમુલ્લા મોમતાઝને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને આગામી તા ૧૮ મી સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આ ગેંગે કેટલાને શીશામાં ઉતાર્યા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News