મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનાના પ્લાન્ટમાં દાઝી જતાં સગર્ભા માતા-પુત્ર સારવારમાં


SHARE











મોરબીના રંગપર પાસે કારખાનાના પ્લાન્ટમાં દાઝી જતાં સગર્ભા માતા-પુત્ર સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ગાયત્રી ગળદા પ્લાન્ટ ખાતે કામગીરી કરતા યુવાનની સગર્ભા પત્ની અને તેનો બે વર્ષનો બાળક કોઈ કારણોસર કામ કરતા સમયે દાજી ગયા હતા જેથી પ્રથમ તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગર અને હાલમાં દાહોદ ખાતે લઈ ગયેલ છે જે બનાવની દાહોદ પોલીસ સ્ટેશન મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ગાયત્રી ગળદા પ્લાન્ટ આવેલ છે ત્યાં રહેતા મૂળ એમપીના રહેવાસી અરવિંદભાઈ ગણાવાના પત્ની ભુરીબેન અરવિંદભાઈ ગણાવા (૨૨) અને બે વર્ષનો દીકરો વિશાલ અરવિંદભાઈ ગણાવા ગત તા ૩૧/૭ ના રોજ પ્લાન્ટમાં સવારે આગિયાર વાગ્યે કામ કરતાં સમયે કોઈ કારણોસર દાઝી ગયા હતા. જેથી કરીને તે બંનેને પ્રથમ સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જામનગર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી આ બંને માતા પુત્રને સારવાર માટે હાલમાં દાહોદની કે.કે. સર્જીકલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે જેથી દાહોદ પોલીસ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને પરિણીતા સગર્ભા છે હાલમાં બંને માતા પુત્રની સારવાર ચાલી રહી છે અને મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બગસરા જુગાર

માળીયા તાલુકાના બગસરા ગામે મોરવાડિયા વાસમાં ચામુંડા માતાજીના મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર દિનેશભાઈ ભીમાભાઇ પીપળીયા, હીરાભાઈ રવાભાઈ મોરવાડિયા, બેચરભાઈ ઘોઘાભાઈ પીપળીયા, લાભુભાઈ શીવાભાઈ પીપળીયા, મનુભાઈ પ્રભુભાઈ પીપળીયા તેમજ અવચરભાઈ નવઘણભાઈ પીપળીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરીને જુગારધારા હેઠળ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News