મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે યુવાનનું દારૂ પીધા બાદ મોત !


SHARE







હળવદના મેરૂપર ગામે યુવાનનું દારૂ પીધા બાદ મોત !

હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ છોટાઉદેપુર ગામનો યુવાન ગામમાંથી દારૂ પીધેલી હાલતમાં વાડીએ ગયો હતો અને ત્યારબાદ બીજે દિવસે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડની શાહી હજી સુકાઈ નથી ત્યાં મોરબી જિલ્લામાં શંકાસ્પદ બનાવ સામે આવેલ છે જેમાં હળવદ તાલુકાના મેરૂપર ગામેથી દારૂ પીધેલી હાલતમાં મૂળ છોટા ઉદેપુરનો રહેવાસી અને હાલમાં ત્યાં રહીને મજૂરી કામ કરતો જગદીશભાઈ ભગાભાઈ વણકર (ઉંમર ૪૦) નામનો યુવાન વાડીએ ગયો હતો અને બીજે દિવસે તે મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ હળવદ તાલુકાના પીઆઇ એમ.વી. પટેલ ચલાવી રહ્યા છે.

 દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણાના નવાગામે સ્મશાનની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી અને ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ તૈયાર પંદર લીટર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળી ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જોકે, આરોપી નસરુદ્દીનભાઈ ઇશાકભાઈ જેડા જાતે મિયાણા (૪૨) ત્યાં હાજર મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણાના કોબા વાઢ વિસ્તાર જવાના રસ્તે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો તેમજ ૧૦ લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધન સામગ્રી મળી આવતા પોલીસે ૮૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા આરોપી મરીયમબેન કાસમભાઈ જેડા (૪૦) રહે. સરકારી હોસ્પિટલ પાસે માળિયા વાળી મળી આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News