મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના કૂવામાં પડી જવાથી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાના કૂવામાં પડી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના કુવામાં અકસ્માતે પગ લપસતા પડી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ ત્યારબાદ અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ નેક ટાઇલ્સમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પૂનમચંદ છોટુરામ (ઉંમર ૨૯) નામનો યુવાન કારખાનામાં આવેલ કુવા પાસે હતો ત્યારે અકસ્માતે પગ લપસી જવાના કારણે તે કૂવામાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ કૂવામાંથી તેના ડેડબોડીને બહાર કાઢીને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દેશી દારૂ

મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગૌશાળાની સામેના ભાગમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો મળી આવ્યો હતો. જેથી કરીને પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ રાણીગભાઈ હીરાભાઈ વાઘેલા જાતે દેવીપુજક (ઉંમર ૪૦) રહે. શક્તિધામ મંદિર પાસે ઝૂંપડા વાળાનો હોવાનું સામે આવતા તે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂ

મોરબીના દાદાશ્રીનગર ગામ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં અમરનગર ગામ પાસે કારખાનામાં રહેતા સંજયભાઈ ગુલશનભાઈ ગોહિલ જાતે આદિવાસી (૨૬) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News