મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ


SHARE







મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો યુવાન ગેસનો બાટલો ભરવા માટે નીકળ્યા બાદ ગુમ થઈ ગયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાતા પોલીસે તેની નોંધ કરીને યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક આવેલ સ્કોટલેન સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મીનાક્ષીબેન કલ્પેશભાઈ માકડીયા (ઉંમર ૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ કલ્પેશભાઈ જેન્તીભાઈ માકડીયા (ઉંમર ૩૫) કારખાનેથી તા.૨૦ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો ભરાવવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુમસુધા ફરિયાદ નોંધીને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રભુભાઈ ઉઘરેજા નામના ૮૬ વર્ષીય વૃદ્ધ પગપાળા ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં શનાળા રોડ ઉપર કોઇ બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર ખાખરડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલ રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી.જે બનાવમાં ઇજાઓ થવાથી અરવિંદભાઈ શાંતિલાલ શાહની (૫૦) રહે.સામાકાંઠે મોરબી-૨, કીડીબેન કાળાભાઈ ઠોરીયા (૬૦) અને સમીબેન પોપટભાઈ ઠોરીયા (૬૦) રહે.બંને માળિયા ફાટક પાસે મોરબી-૨ ને ઇજાઓ થઈ હતી જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News