મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?


SHARE







વાંકાનેરમાં મામલતદાર કચેરીના દરવાજા પાસેનો રોડ અધિકારીઓને કેમ દેખાતો નથી ?

(શાહરૂખ ચૌહાણ દ્વારા) સરકાર દ્વારા એક બાજુ ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસની યાત્રા કાઢવામાં આવે છે અને બીજી બાજુઓ અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તામાં લોકોની કમર તૂટી જાય તેવા ખાડા છે અથવા તો જીવલેણ અકસ્માત સર્જાય તેવા ખાડા છે તેમ છતાં પણ તેની સામે સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે હકીકત છે આવી જ રીતે વાંકાનેર શહેરની અંદર આવેલ મામલતદાર કચેરીના દરવાજા પાસે રોડ ભયંકર રીતે તૂટી ગયો છે અને સીસી રોડમાં સળિયા નીકળી ગયા છે તેમ છતાં પણ ત્યાં રીપેરીંગ કામ કરવાની તસ્તી અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતા લોકો અવારનવાર નાના-મોટા એકસીડન્ટનો ભોગ બનતા હોય છે અને ખાસ કરીને મહિલાઓ જ્યારે આ રસ્તા ઉપરથી સ્કૂટર લઈને નીકળતી હોય છે અને વરસાદી પાણી ખાડામાં ભરેલું હોય છે ત્યારે વધુ અકસ્માત થાય છે અને આ બેદરકારીના લીધે જ્યારે કોઈ જીવલેણ  અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે ત્યારે વાંકાનેર શહેરની અંદર મામલતદાર કચેરી પાસે રોડ ઉપર પડેલ ખાડાને વહેલા વેલી તકે પુરવામાં આવે તેવી વાંકાનેર શહેરના લોકોની માંગ કરી છે






Latest News