મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

નવા નીરની આવક: મોરબી જીલ્લાના ૧૦ માથી ૯ ડેમના કેચમેટ વિસ્તારમાં ૧ થી ૩ ઇંચ વરસાદ


SHARE







નવા નીરની આવક: મોરબી જીલ્લાના ૧૦ માથી ૯ ડેમના કેચમેટ વિસ્તારમાં ૧ થી ૩ ઇંચ વરસાદ

મોરબી જિલ્લાની અંદર મેઘરાજા છેલ્લા લગભગ એક અઠવાડિયા જેટલા સમય ધીમીધારે વરસી રહ્યા છે જો કે, ગઇકાલે પડેલા સારા વરસાદના લીધે હવે સ્થાનિક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે તેવામાં ડેમના કેચમેટ વિસ્તારમાં પણ રાત્રિ દરમ્યાન એક થી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેમજ ડેમના ઉપરના ભાગમાં સારો વરસાદ હોવાથી હાલમાં વરસાદી પાણીની આવક સ્થાનિક જળાશયોમાં થઈ રહી છે

મોરબી જીલ્લામાં ગઇકાલે પડેલા વરસાદ બાદ હાલમાં નદી, નાલા અને ડેમોમાં નવા પાણીની  આવક ચાલુ થઈ ગયેલ છે અને જિલ્લામાં આવેલા ૧૦ ડેમ પૈકીના છ ડેમમાં નવું પાણી આવ્યું છે ત્યારે સિચાઈ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ છે તેની સાથોસાથ ડેમના કેચમેટ વિસ્તારમાં પણ રવિવારે સારો વરસાદ હતો જેથી ડેમમાં નવા પાણીની આવક થયેલ છે જો છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના જુદાજુદા ડેમના કેચમેટ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો મચ્છુ -૧ ડેમ ઉપર ૫ મીમી, મચ્છુ -૨ ડેમ ઉપર ૭૫ મીમી, ડેમી -૩ ડેમ ઉપર ૫૫ મીમી, ડેમી -૨ ડેમ ઉપર ૨૦ મીમી, ડેમી -૧ ડેમ ઉપર ૪૦ મીમી, મચ્છુ-૩ ડેમ ઉપર ૬૬ મીમી, બ્રાહ્મણી -૧ ડેમ ઉપર ૫૦ મીમી, બ્રાહ્મણી -૨ ડેમ ઉપર ૩૮ મીમી, બંગાવડી ડેમ ઉપર ૨૦ મીમી અને ઘોડાધ્રોઈ ડેમ ઉપર ૪૨ મીમી વરસાદ નોંધાયેલ છે




Latest News