મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ધર્મલાભ સોસાયટીમાં મારામારીમાં ત્રણને ઇજા


SHARE







મોરબીની ધર્મલાભ સોસાયટીમાં મારામારીમાં ત્રણને ઇજા

મોરબીની ધર્મલાભ સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ લોકોને ઇજાઓ તથા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીની ધર્મલાભ સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં મહેશ નારણભાઈ ઠોરીયા (૪૫), મહેશ લાભુભાઈ અઘરા (૪૦) અને અરવિંદ મગનભાઈ રંગપરિયા (૪૫) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમજ મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર વિસ્તારમાં ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા કરીનાબેન હસનભાઈ નામના ૫૦ વર્ષીય મહિલાને પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ગળેફાંસો લાગી જતા મજુર મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે આવેલ વિટ્રીફાઇડ નામના યુનિટમાં ગત શનિવારના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં કામ દરમિયાન સાડીનો છેડો(દુપટ્ટો) મશીનના બેલ્ટના ફસાઈ જતા ગળેટુંપો લાગી જવાથી જાનકીબેન સરોજભાઈ પાવરા નામની ૨૭ વર્ષીય મજૂર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા બાબુભાઈ કરસનભાઈ છત્રોટીયા નામનો ૨૯ વર્ષીય યુવાન ઘુંટુ રોડ ઉપર બાઇકમાં જતો હતો ત્યારે સિમ્પોલો સિરામિકતા નજીક તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લેતા ઇજાઓ થવાથી બાબુભાઇને સારવારમાં ખસેડાયો હતો.બનાવને પગલે મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર જૂની પીપળી ગામે રહેતા જગદીશભાઈ કાશીરામભાઈ નિમાવત નામના ૫૮ વર્ષીય આધેડ બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બેલા ગામ પાસે આવેલ એસાર પંપ નજીક તેઓ રસ્તામાં બાઈક ઉપરથી નીચે પડી જતા ઇજાઓ થવાથી જગદીશભાઈ નિમાવતને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News