ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત


SHARE







મોરબીના બગથળા પાસે બાઇક સ્લીપ થતાં આધેડનું મોત

મોરબી નજીકના બગથળા ગામ થી માણેકવાડા તરફ જતા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થતા આધેડનું બાઈલ સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને આધેડને ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા જેન્તીભાઈ પરસોતમભાઈ ચનિયારા જાતે પટેલ (ઉંમર ૫૫) પોતાનું બાઈક નંબર જીજે ૩ ઈડી ૬૬૯૩ લઈને ગત તા.૧૭/૬ ના સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ગામ માણેકવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બગળા થી માણેકવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવતા ભગવતી કારખાના સામે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જયંતીભાઈ ચાનીયારાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃતકના દીકરા હિતેશભાઈ જયંતીભાઈ ચાનીયારા જાતે પટેલ (ઉંમર ૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક આધેડની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News