મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ટકાવારીના ખેલ ખુલ્લા પડ્યા બાદ કોંગ્રેસ કર્યું તાળાં બંધીનું એલાન: પ્રમુખનું રાજીનામુ માંગ્યું


SHARE







મોરબી પાલિકામાં ટકાવારીના ખેલ ખુલ્લા પડ્યા બાદ કોંગ્રેસ કર્યું તાળાં બંધીનું એલાન: પ્રમુખનું રાજીનામુ માંગ્યું

મોરબી પાલિકા પ્રમુખનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ટકાવારીની વાત કરવામાં આવી રહી છે અને કોઈ લાલો રૂપિયા લઈ ગયો હોવાનું પ્રમુખના પતિ કહી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખનું રાજીનામું માંગવામાં આવ્યું છે અને આગામી મંગવારે પાલિકામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

મોરબી પાલિકામાં હાલમાં કોઈ વિપક્ષ છે જ નહીં અને તમામ બેઠકો ઉપર ભાજપના જ સભ્યો ચૂંટાયેલા છે ત્યારે સમતોલ વિકાસ થશે તેવી લોકોને આશા હતી જો કે, પાલિકના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાની એક કમિટીના ચેરમેનના પતિ વચ્ચે પાલિકામાં ચાલતી ટકાવારીના ખેલને લઈને એક વીડિયો વાયરલથયો હતો અને પાલિકા પ્રમુખના પતિ ત્યારે કોઈ લાલો રૂપિયા લઈ ગયો હોવાનું કહી રહ્યા છે જેથી કરીને પાલિકામાં ટકાવારીના ખેલ કરનાર લાલો કોણ છે તે સવાલ ઊભો છે ત્યારે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને જે વાઇરલ વિડીયો છે તેની યોગી તપાસ કરવામાં આવે અને પાલિકા પ્રમુખનું રાજીનામુ માંગ્યું છે આટલું જ નહીં આગામી મંગળવારે કોંગ્રેસ દ્વારા પાલિકામાં ભ્રષ્ટાચાર મુદે તાળાં બાંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે 






Latest News