મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું


SHARE









મોરબી લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કરાયું

મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગત તા.૧૯ ને રવિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફક્ત રૂા. ૮૦ માં ૧૪૪ પેઇઝના ૭ ચોપડા આપવામાં આવ્યા હતા. જેમાં કોઈપણ જ્ઞાતિધોરણના વિદ્યાર્થીઓને એક રીઝલ્ટ ઉપર એક જ સેટ આપવામાં આવ્યો હતો. અને લગભગ ૨૦૦૦ જેટલા ચોપડા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા તેમજ અન્ય સ્કૂલ સ્ટેશનરી પણ એકદમ રાહત ભાવે આપવામાં આવેલ અને મહિલાઓને સેનેટરી પેડનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ પક્ષી પ્રેમીઓને ચકલીના માળા પણ ફ્રીમાં આપવામાં આવ્યા હતા. તદઉપરાંત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમીતે યોગા સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા લાયન્સ મેમ્બર્સ તથા તેમના પરીવારના સભ્યો મળીને ૫૦ જેટલા લોકોએ યોગ સેશનમાં ભાગ લીધો હતો.શિલપાબેન વિનુભાઈ અગરીયા કે જેઓ યોગા ટીચર છે અને ૫ વર્ષથી શ્રીકુંજ સોસાયટીમા યોગા કરાવે છે તેઓએ યોગાભ્યાસ કરાવ્યો હતો.






Latest News