મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના પાંડાતિરથમાં ઘરે આવેલા ત્રણ શખ્સોને જવાનું કહેતા યુવાનને પાઇપ અને ધોકા વડે માર માર્યો


SHARE







હળવદના પાંડાતિરથમાં ઘરે આવેલા ત્રણ શખ્સોને જવાનું કહેતા યુવાનને પાઇપ અને ધોકા વડે માર માર્યો

હળવદના પાંડાતિરથ ગામે રહેતા યુવાને તેના ઘરે આવેલા ત્રણ શખ્સોને જવા માટે કહ્યું હતું જે તે લોકોને સારું નહીં લગતા તેને યુવાનને ગાળો આપીને પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને આ મુદે ફરિયાદ નોંધવાતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના પાંડાતિરથ ગામે રહેતા રમેશભાઇ લીલુભાઇ ડાભી જાતે કોળી (૪૦)એ હસમુખભાઇ કુકાભાઇ ડાભી જાતે કોળી, ગોવિંદભાઇ ભુદરભાઇ ડાભી અને મહેશભાઇ શંકરભાઇ ડાભી જાતે કોળી રહે. તમામ પાંડાતિરથ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓને ફરિયાદીએ ઘરેથી જવાનું કહેતા આરોપી હસમુખભાઇ કુકાભાઇ ડાભીએ ગાળો આપીને ધોકા વડે પગે તથા શરીરે માર માર્યો હતો તેમજ ગોવિંદભાઇ ભુદરભાઇ ડાભીએ પોતાના હાથમાં રહેલ લોખંડની પાઇપનો એક ઘા ફરિયાદીને કપાળના ડાબી સાઇડે ઉપરના ભાગે મારીને ઇજા કરી હતી જેથી પાંચ ટાંકા આવ્યા હતા અને મહેશભાઇ શંકરભાઇ ડાભીએ પોતાના હાથમાં રહેલ ધોકા વડે ફરિયાદી અને સાહેદ બીજરાબેનના પીઠના ભાગે માર મારી ઇજા કરી હતી જેથી યુવાનની ફરિયાદ લઈને પોલીસે ત્રણ શખ્સની સામે આઇપીસી કલમ ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News