વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીની માળીયા ફાટક ચોકડીએ ચાર રાજસ્થાની યુવાનને કચડી નાખનારા વાહન ચાલક મુંબઈથી ઝડપાયો


SHARE







મોરબીની માળીયા ફાટક ચોકડીએ ચાર રાજસ્થાની યુવાનને કચડી નાખનારા વાહન ચાલક મુંબઈથી ઝડપાયો

મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે ગત જાન્યુઆરી મહીનામા પાંચ સવારી બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો આ બનાવમાં હાલમાં અજાણ્યા વાહન ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા વાહન ચાલકને શોધવા માટે કવાયત શરૂ કરેલ હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં મુંબઈથી યુપીના એક શખ્સની ધરપકડ કરેલ છે

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી ગત જાન્યુઆરી મહિનાની તા ૨૮ ના રોજ  વહેલી સવારે એક જ બાઈકમાં પાંચ સવારીમાં યુવાનો પસાર થઈ રહેલા હતા ત્યારે આ યુવાનોના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધૂ હતું જેથી કરીને પાંચ પૈકીના ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય એક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી હાલમાં તેને મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ હતો આ બનાવમાં જે તે સમયે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં પીપળી રોડે આવેલ યમૂન હોટલમાં કામ કરતાં ઇદરલાલ નવાજીભાઇ દાણા જાતે ભરવાડ (૨૨)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેનો મિત્ર દિનેશ બાઇક નંબર જીજે ૬ બીઆર ૬૦૫૨ લઈને રાજસ્થાનથી આવેલ તેના ચાર મિત્રોને લેવા માટે ગયો હતો ત્યારે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે તેના બાઇકને અજાણ્યા વાહન દ્વારા હડફેટ લેવામાં આવ્યું હતું જેથી બે સગા ભાઈ શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૯)સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૮), તેજારામ વક્તરામ ગામેતી (ઉંમર ૧૭), અને મનહરલાલ ઉમેદજી ગામેતીના મોત નિપજ્યા હતા આ બનાવમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી અને મોરબીથી વઘાસિયા સુધીના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નંબર એમએચ ૪૦ એકે ૯૦૫૦ પસાર થયો હતો જેથી કરીને તેના નંબરના આધારે ભાગીરથભાઈ દાદુભાઈ ઇ-ગુજકોપ પોકેટએપની મદદથી તપાસ કરતાં તે વાહન નાગપુરનું હોવાનું સામે આવ્યું હતું જેથી એક ટીમ નાગપુર ગઈ હતી જો કે, આ વાહનને મૂંબઈમાં વેંચી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને એક ટીમને મુંબઈ મોકલી હતી અને ત્યાથી જાબઝાખાન ઉર્ફે રાજા જાવેદખાન (૨૪) રહે, બુધ્ધિપુરા જિલ્લો ગાજીપુર યુપી વાળની ધરપકડ કરેલ છ




Latest News