મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૬ જૂને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ કાર્યકમ યોજાશે


SHARE







મોરબીમાં ૨૬ જૂને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ કાર્યકમ યોજાશે

મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી ૨૬ જૂનને રવિવારના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી,સાવસર પ્લોટ શેરી નંબર ૧૦-૧૧ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. જે અંગે યુવક સમિતિના અંબરીશભાઈ જોષીએ યાદીમાં જણાવ્યુ છેકે, કાર્યક્રમમાં ૧૦ વર્ષથી નીચેના બાળકો માટે વેશભૂષા તેમજ ૫ થી ૧૩ વર્ષની ઉમરના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મીનીટ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે ૫ મિનિટની સમય અવધીમાં બાળકો તથા યુવાનો પસંદ અપની અપની કેટેગરી હેઠળ ડાન્સ, અભિયન, સીંગીંગ કે અન્ય કોઈ પણ કૃતિ સ્ટેજ પરથી રજુ કરી શકાશે.રંગારંગ કાર્યક્રમમાં માત્ર જ્ઞાતિજનો જ ભાગ લઈ શકશે.કાર્યક્રમના એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે રૂા.૫૦ એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે.એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. (દરેક ઈવેન્ટ માટે અલગ એન્ટ્રી ફી ભરવાની રહેશે.), ઈવેન્ટમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂ૫ ગીફટ આપવામાં આવશે એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લેનારને એક જ પ્રોત્સાહન ગીફટ આપવામાં આવશે. પસંદ અપની અપની ઈવેન્ટમાં ભાગ લેનારે તા.૧૯,જુનના રોજ ઓડીશન આપી પોતાની કૃતિને સ્વીકૃત કરાવવાની રહેશે અન્યથા તે કૃતિ રજુ કરી શકશે નહિં. પસંદ અપની અપની ઈવેન્ટમાં ડાન્સ કે સીગીગ કૃતિ રજુ કરનારે પેન ડ્રાઈવ તૈયાર કરી ઓડીશન સમયે, આયોજકને તેની કોપી આપવાની રહેશે.એન્ટ્રી ફી ભરી નામ નોંધાવવા માટેની છેલ્લી તા.૧૬જુન રાખવામાં આવેલ છે. વધુ વિગત કે અન્ય માહિતી માટે યુવક સમિતિના અંબરીશભાઈ જોષીનો ૯૪૨૬૨ ૨૧૪૬૬, ૮૧૬૦૩૨૪૧૫૫ નો સંપર્ક કરવો અને નામ નોંધાવવા માટે જ્ઞાતીની વાડીના મેનેજર દિલીપભાઈ જાનીનો સંપર્ક કરવો.






Latest News