મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ


SHARE







વાંકાનેરમાં અષાઢી બીજ રથયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયું નિરીક્ષણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં આવતીકાલે અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે વાંકાનેરમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે વાંકાનેરના સિટી પીઆર એચ.એન,રાઠોડ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને ત્યારે પોલીસે વડાએ જરૂરી સૂચનો કર્યા હતા 

આવતીકાલે યોજાનાર અષાઢી બીજ રથ યાત્રા પૂર્વે આ સાલ કોરોના અનુલક્ષીને વહીવટ તંત્ર, પોલીસ તંત્ર વધુ સજ્જ બન્યુ છે, વાંકાનેરમાં નિકળનાર અષાઢી બીજ રથ યાત્રામાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈનનાં ચુસ્ત અમલ માટે પોલીસ વિભાગ સજ્જ બન્યુ છે, રથ યાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, રથ યાત્રામાં પણ સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે અને કોરોના નેગેટીવ રિપોર્ટ ધરાવનાર જ જોડાઈ શકશે, ત્યારે કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષી આ સાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ચુસ્ત અમલવારી માટે કમર કસવામાં આવી રહી છે.






Latest News