મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા


SHARE







માળીયા(મી)માં મંત્રી બ્રિજેશભાઇની હાજરીમાં સુપોષણ કીટનું વિતરણ: ૪૦ બાળકોને દત્તક લેવાયા

માળીયા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત સમાંરભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કુપોષીત બાળકોની કીટનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ બાબતને ગંભીરતાથી લઇ કુપોષણને નાથવા માટે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના ૪૦ બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળીયા તાલુકાના લાભાર્થીઓને અન્નપૂર્ણા કીટનું પણ વિતરણ કરવામાં આવી રહી છે. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાને અમુક ગામોમાં પ્રતિનિધિઓ દ્વારા પીવાના પાણીની તકલીફ હોવાની ફરિયાદ મળી હોવાથી સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલીક નિવારણ લઇ પરિણામલક્ષી આયોજન કરવા તાકીદ કરી હતી. કોઇપણ ગામ પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે કટિબદ્ધ હોવાનો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સુર વ્યક્ત કર્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, હળવદ પ્રાંત અધિકારી એમ.એ. ઝાલા, મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી કોંઢીયા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News