મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે મકાનમાંથી દાગીના અને રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી


SHARE







મોરબીના ઘૂટું ગામે મકાનમાંથી દાગીના અને રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી

મોરબીના ઘૂંટુ ગામે રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને ૧.૯૫ લાખથી વધુનાં મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના જુના ઘુટુ ગામે રહેતા અને કડીયાકામના કોન્ટ્રાકટ રાખતા પ્રવિણભાઇ કરસનભાઈ ઝાલા (ઉમર ૩૭) ના મકાનની અંદર અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી હાલમાં તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તા ૨૬/૪ ના રાત્રીના અગિયાર વાગ્યાથી લઈને ૨૭/૪ ના સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઇ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને તિજોરીમાં રાખેલા રોકડા ૮૫,૦૦૦, બે સોનાની વીંટી જેની કિંમત ૭૪૩૦૦ એક સોનાનો ચેન જેની કિંમત ૨૭૦૨૦ અને ચાંદીના બે સાંકડા ૮૯૩૦ આમ કુલ મળીને ૧,૯૫,૨૫૦ રૂપિયાના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે






Latest News