મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા


SHARE







મોરબીના ખરેડા ગામે જુગાર રમતા ચાર શખ્સો ૧૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના ખરેડા ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી ત્યારે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે ૧૨ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને ચારેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ખરેડા ગામે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ખરેડા ગામે આવેલ કોળીવાસમાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ પાડલીયા પટેલ (૬૮) પ્રજ્ઞેશભાઈ મુકુંદભાઈ પંડ્યા બ્રાહ્મણ (૫૨), રમેશભાઈ ચકુભાઈ ચાડમીયા પટેલ (૫૦) અને મનસુખભાઈ ઉર્ફે બાબુભાઈ જેસંગભાઈ કુગસીયા આહીર (૪૫) રહે.બધા ખરેડા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ચારેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં જાનકી પેલેસમાં રહેતો દીપેશ ભાણજીભાઈ જેતપરીયા નામનો યુવાન વિશાલ ફર્નિચર પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા ઇજાઓ થવાથી દીપેશ જેતપરીયાને સારવાર માટે ખસેડાયો હતો.મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર લાટો સિરામિક નજીક બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા વિરલ ઠાકરશીભાઈ મેસવાડા (ઉમર ૨૪) અને વિરેન્દ્રસિંહ રામઅધિકારીસિંહ ચૌધરી (ઉમર ૬૨) રહે.મોટો સિરામિક સરતાનપર રોડ તાલુકો વાંકાનેર વાળાઓને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News