મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપુર પાસે ટ્રેકટર પલટી મારી જતાં બે મહિલાના મોત : બે વ્યક્તિઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા


SHARE











હળવદના રાયસંગપુર પાસે ટ્રેકટર પલટી મારી જતાં બે મહિલાના મોત : બે વ્યક્તિઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા

હળવદ તાલુકાના રાયસંગપુર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતુ ટ્રેક્ટર ડ્રાઇવરની બેદરકારીના કારણે પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલ બે મહિલાઓના મોત નિપજ્યા હતા અને તે વ્યક્તિઓને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં આ બનાવ અંગે ટ્રેક્ટરમાં બેઠેલા યુવાને ટ્રેકટરચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ધાંગધ્રા કલ્પના હોટલ પાસે રહેતા વેરસીંગભાઇ કિશનભાઇ રાઠવા (ઉંમર ૨૭) એ ટ્રેક્ટર નંબર જીજે ૧૩ એમ ૫૩૧૨ ના ચાલક પ્રકાશભાઈ લીંબાભાઇ ઓડેદરા (ઉમર ૨૯) રહે.ઓડેદર પોરબંદરની સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, હળવદ રાયસંગપુર રોડ ઉપરથી ટ્રેક્ટર લઈને પ્રકાશભાઈ સહીતનાઓ જઇ રહ્યા હતા ત્યારે પ્રકાશભાઇએ બેફીકરાઇપુર્વક વાહન હંકારતા ટ્રેકટરના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઇડમાં પલ્ટી મારી ગયું હતું જેથી કરીને ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી વેરશીભાઈ રાઠવાને શરીરે ઈજાઓ થઈ હતી તેમજ તે ટ્રેક્ટરમાં બેઠેલા અનિતાબેન (ઉંમર વર્ષ ૩૦) અને લલીતાબેન (ઉંમર વર્ષ ૧૯) ટ્રેકટર હેઠળ દબાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી બંનેના મોત નિપજયા હતા.જોકે ટ્રેક્ટર ડ્રાઇવર પ્રકાશભાઇ ઓડેદરાને પણ ગોઠણ અને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં વેરસિંગભાઇની ફરિયાદના આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના લક્ષ્મીનગર ગામનો રહેવાસી દીપક ભરતભાઇ ભંખોડીયા નામનો ૨૦ વર્ષીય યુવાન મોરબી-રાજકોટ હાઇવે ઉપરના ટંકારા તાલુકામાં આવેલ ધ્રુવનગર પાસે હતો ત્યાં સાથે તેનું બાઈક બસ સાથે અથડાતાં ઈજાગ્રસ્ત દિપક ભંખોડીયાને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર નજીકના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા શાંતાબેન નાથાભાઈ શ્રીમાળી નામની ૪૫ વર્ષીય મહિલાને ઘર નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેણીને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન પ્રદીપભાઈ કોલાદ્રા નામની ૩૫ વર્ષીય મહિલાને નીચીમાંડલ પાસેથી જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા થયેલ અકસ્માતમાં ઇજાઓ થતા તેઓને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.






Latest News