મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સીતારામ હોટલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો ત્રણની શોધખોળ


SHARE











મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સીતારામ હોટલ પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો ત્રણની શોધખોળ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સીતારામ હોટલ નજીક ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો હતો અને અન્ય ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય ચારેયની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં પોલીસે રોકડ, મોબાઈલ ફોન મળીને રૂા.૬૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ સીતારામ હોટલ પાસે જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાઇ રહ્યો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે આઇપીએલમાં ચાલતી ચેન્નઇ સુપરકિંગ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં ક્રિકેટમેચ ઉપર સટ્ટો રમતો એક ઇસમ ઝડપાઇ ગયો હતો જેથી કરીને પોલીસે હાલમાં કલ્પેશ ભગવાનજીભાઈ અઘેરા પટેલ (ઉંમર વર્ષ ૩૩) રહે.રવાપર લીલાપર રોડ સુદર્શન પાર્ક મોરબી મૂળ રહે.ચમનપર તા.માળીયા(મિં.) ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી રોકડા રૂપિયા ૩૩૦૦ અને એક મોબાઇલ ફોન રૂા.૩૦૦૦ તેમ કુલ મળીને રૂા.૬૩૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની પાસેથી પોલીસને મળેલી માહિતી મુજબ પ્રકાશ નરભેરામભાઈ ભૂત રહે.અવની ચોકડી સંકલ્પ એપાર્ટમેન્ટ મૂળ રહે.સજજનપર તા.ટંકારા જી.મોરબી ના કહેવાથી તે સોદા કરતો હતો અને રમેશ ઉર્ફે માલદે બાબુભાઇ આહીર રહે.યદુનંદન સોસાયટી શનાળા રોડ કેનાલ પાસે તેમજ મોહસીન અલીભાઈ ફુલાણી રહે.કાલીકા પ્લોટ સાથે તે ક્રિકેટ મેચમાં હારજીતના સોદા કરતો હોય હાલ કલ્પેશની અટકાયત કરીને બાકીમા ત્રણયને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

વાંકાનેરમાં વરલી જુગાર રમતો એક પકડાયો

વાંકાનેરમાં અમરસિંહજી મિલની કોલોની પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમીને આધારે વાંકાનેર સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હાજર મળી આવેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવા દરબાર (ઉમર ૨૬) વરલી જુગારના આંકડા લેતો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા રૂા.૧૬,૫૦૦ તેમજ બે વીવો કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત રૂા.૧૦ હજાર આમ કુલ મળીને રૂા.૨૬,૫૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે નોંધનીય છે કે નાના મોટા પંટરો પકડાય છે પરંતુ મોરબી જિલ્લામાં વરલીનું નેટવર્ક ચાલાવતાં મુખ્ય માથાઓ સુધી પોલીસ પહોંચે તે ઇચ્છનીય છે.






Latest News