મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ


SHARE











મોરબી પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની કરી ધરપકડ

ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં મોરબીઅમદાવાદસુરતમુંબઈવાપી અને એમપીના કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા અને તેના રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે જો કે, હાલમાં આ ગુનામાં પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેંચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરેલ છે


થોડા સમય પહેલા જયારે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે રેમડીસીવીરની પણ માંગ વધી હતી ત્યારે રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને આંતર રાજ્ય કૌભાંડ પકડ્યું હતું જેમાં સૌ પ્રથમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી બાદમાં અમદાવાદના જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફ આશીફ તથા રમીઝ કાદરીને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી મળેલી માહિતી મુજબ સુરતના અડાજણ પાસેના ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ રહે. મુંબઇ થાણવાળાને પકડવામાં આવેલ હતા  અને કરોડો રૂપિયાનો માલ પકડવામાં આવ્યો હતો

આ ગુનામા ધીમેધીમે કરતાં પોલીસે આજ સુધીમાં મોરબીઅમદાવાદસુરતમુંબઈવાપી અને એમપીના કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા તેવામાં પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં એમપીમાં મેડિકલ સ્ટોર ધરાવતા સરબજીતસિંગ મનજીતસિંગ મોખા જાતે શીખ (૫૫) સિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જબલપુર વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં આ કેસની તપાસ કરી રહેલા એસઓજીના પીઆઇ જે.એમ. આલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આ શખ્સ દ્વારા એમપીમાં કુલ મળીને ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચવામાં આવેલ છે અને તેની પાસેથી મળેલી માહિતી મુજબ તેને અગાઉ આ ગુનામાં પકડાયેલા સપ્લાયર સુનિલ રાઘવેન્દ્ર મિશ્રા અને સપન સુરેન્દ્ર્કુમાર જૈન પાસેથી ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન મેળવ્યા હતા જો કે, કેટલા રૂપિયામાં ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન આરોપી સપ્લાયર પાસેથી લેતો હતો અને કેટલામાં દર્દીઓને વેંચતો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News