મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે પાર્ક કરેલી કારમાંથી 336 બોટલ દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ


SHARE







મોરબીના પંચાસર રોડે પાર્ક કરેલી કારમાંથી 336 બોટલ દારૂ-96 બિયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવધારા કોમ્પલેક્ષ સામે પાર્ક કરીને મૂકવામાં આવેલ કારને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે કારમાંથી ૩૩૬ બોટલ દારૂ અને ૯૬ બિયરના ટીનાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ બિયર અને કાર એમ કુલ મળીને ૪૩૫૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શિવધારા કોમ્પલેક્ષની સામે પાર્ક કરવામાં આવેલ સ્કોડા કાર નંબર જીજે ૨૭ કે ૩૩૩૫ ની અંદર દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર કારમાંથી ૩૩૬ બોટલ દારૂ અને ૯૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો અને કાર આમ કુલ મળીને ૪૩૫૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

દેશીદારૂની હેરાફેરી

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઇ ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતી સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર જીજે ૩ સીઇ ૨૩૩૩ ને રોકીને એલસીબીની ટિમ દ્વારા કારણે ચેક કરવામાં આવતા કારમાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા બે હજાર રૂપિયાની કિંમતનો દારૃ અને બે લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને ક્રિપાલ ઉર્ફે પપ્પુ જેન્તીભાઈ સોલંકી જાતે દેવીપૂજક (૨૦) રહે. જારીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તે જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા રહે શનાળા વાળાને માલ આપવા જતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ગુનો નોંધીને તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News