મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક


SHARE







મોરબી : પડકારોનો સામનો કરીને પોતાની ઓળખ સ્થાપિત કરતો મનોદિવ્યાંગ બાળક

જયપુર(રાજસ્થાન) માં ગત તા.૨૭ માર્ચના  આરએસી કલબમાં દિવ્યાંગજનો માટે જાગૃતતા અધિવેશન તેમજ પ્રતિભાશાળી દિવ્યાંગો માટે એવોર્ડનો કાર્યક્રમ યોજાયો  હતો. મોરબીથી મનોદિવ્યાંગ જય ઓરિયા ઉપસ્થિત રહેલ.જે બદલ તેમનું સન્માન થયેલ.રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં સમાનતા આધારિત વ્યવસ્થા માટે દિવ્યાંગજનોને સ્થાન આપવું ફરજીયાત હોય છે.જેમાં મોરબીના મનોદિવ્યાંગ ને સ્થાન  આપવામાં આવ્યું છે.

મોરબીના જય ઓરિયાને રાષ્ટ્રીય લેવલે સ્થાન મળતા તેમની પ્રતિભા ઉપર પરિવાર ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.મોરબીમાં જન્મેલ જય ઓરિયાને જન્મ સમયે ૯૦ ટકા  ડાઉન સિન્ડ્રોન(મંદબુદ્ધિ) ની સ્થિતી હતી.પરંતુ માનવતાવાદી ડોકટરોની સાચી સલાહ અને માર્ગદર્શન વડે સ્વીકૃતતા સાથે મનોવૈજ્ઞાનિક અભિગમથી સમયસરનું યોગ્ય વિશિષ્ટ તાલીમી શિક્ષણ મળતા તેમની અંદર રહેલી આંતરિકશક્તિઓ વડે સાચી કેળવણી થવા પામેલ છે. દિવ્યાંગ બાળકને પણ શરૂઆતનાં તબક્કાથી જ એક્ટિવિટી કરવામાં આવે તો અનુભવોથી ઘણું બધું શીખે છે.પરિવારનો સકારાત્મક અભિગમ હોય અને સાચી સમજ કેળવી બાળકની ક્ષમતા મુજબ મથામણ કરાવવામાં આવે તો દરેક બાળક ભગવાનનું સર્જન છે.તેમાં કોઈ ખામી હોઈ શકે નહીં.






Latest News