મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો


SHARE







મોરબી જેલમાંથી જામીન લઈને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો

મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટયા પછી ફરાર થયેલ પાકા કામના કેદીને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી અને હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી સબ જેલના પાકા કામના કેદી જીતેન્દ્રભાઇ ધનજીભાઇ મથર જાતે બ્રાહ્મણ રહે. શ્રીજી પેલેસબ્લોક નં. ૩૦૨ ઋષભનગર મોરબી -૨ વાળાને તા.૨૭/૦૧ થી તા .૨૮/૦૩ સુધીના વચગાળાના જામીન પરથી જેલમાંથી મુકત કરવામા આવેલ હતો જે કેદીને તા.૨૯/૩ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હતું જો કે, તે આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હતો અને ફરાર થયો હતો તે પાકા કામના કેદીને મોરબી ઋષભનગર ખાતેથી પકડીને મોરબી સબ જેલ ખાતે મોકલી આપેલ છે






Latest News