મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

નવલખીથી હિમતનગર મોકલાતા ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરનારા ૧૦ ટ્રક-ડમ્પરના ડ્રાઈવર-માલિકોની સામે ગુનો નોંધાયો


SHARE











નવલખીથી હિમતનગર મોકલાતા ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરનારા ૧૦ ટ્રક-ડમ્પરના ડ્રાઈવર-માલિકોની સામે ગુનો નોંધાયો

 

મોરબી નજીકના નવલખી પોર્ટ ઉપરથી વાસુકી ટ્રેડલીંક પ્રા.લી.માંથી જુદાજુદા ૧૦ ટ્રક અને ડમ્પરમાં ઇન્ડોનેશીયા કોલ ભરવામાં આવ્યો હતો અને આ કોલને હિમતનગર ખાતે આવેલ અંબુજા એક્ષ્પર્ટ લી. કંપનીમાં પહોચડવાનો હતો જો કે, રસ્તામાં ઉચ્ચી  ગુણવતાનો કોલ કાઢીને તેની જગ્યાએ ટ્રક અને ડમ્પરમાં માટીની ભેળસેળ કરવામાં આવી હતી જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ૧૦ ટ્રક અને ડમ્પરમાં કોલ ભરીને રવાના કરવામાં આવ્યો હતો તેના ડ્રાઈવર અને માલિક સહિતના સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેની તપાસ એલસીબીના પીએસઆઈને સોપવામાં આવી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના નવલનગર શેરી નં.-૩ માં ‘‘મહાકાળી ભુવન’’ ખાતે રહેતા જસ્મીનભાઇ બાલશંકર માઢક જાતે રાજગોર બ્રાહ્મણ (ઉ.૪૫) એ હાલમાં ટ્રક નં.- જીજે ૧૦ ટિયું ૮૪૩૧ ના ચાલક કાળુભાઇ, ટ્રક નં. જીજે ૧૨ એસી ૬૮૦૫ ના ચાલક અને માલીક સુનિલ વિરડા રહે. સોનગઢ તા. માળીયા, ૩ ટ્રક નં. જીજે ૧૦ ટિટિ ૩૮૬૨ નો ચાલક, ટ્રક નં. જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ વી ૫૯૯૪ નો ચાલક, ટ્રક નં. જીજે ૧૨ બીડબલ્યુ ૫૭૭૯ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ ટી ૬૦૨૪ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ વી ૧૨૮૯ નો ચાલક, ટ્રક નં. જીજે ૩૬ ટી ૫૯૯૪ નો ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દિપક વશરામભાઇ રહે. વોર્ડ નં.-૮ઓસલો સર્કલગાંધીધામ તેમજ તપાસમાં ખુલે તે તમામની સામે ફરિયાદ નોંધાવી છે.


જેમાં તેને જણાવ્યુ છે કેતા.૦૩/૦૩/૨૦૨૨ થી ૦૯/૦૩/૨૦૨૨ દરમ્યાન નવલખી પોર્ટથી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે કોલસો ભરીને રવાના કરવામાં આવ્યો હતો ત્યારે આરોપીએ એકબીજા સાથે મેળાપીપણુ કરીને તેના ટ્રક અને ડમ્પરના ચાલકોએ વાસુકી ટ્રેડલીંક પ્રા.લી. નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશીયા કોલમાં ભેળસેળ કરી હતી અને ૩૪૦૦ જીસીવીની ગુણવંતા વાળો કોલસો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી.કંપની હિમતનગર ખાતે પહોચાડવા માટે ટ્રક અને ડમ્પરને રવાના કરવામાં આવ્યા હતા દરમ્યાન જેતે સ્થિતીમાં પહોચડવાની જવાબદારી આરોપીઓની હતી.

જો કે તે જવાબદારી નહી નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રીકટન અને ૧૦૦ કિ.ગ્રા. કુલ જેની કિંમત ૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમ્યાન ટ્રક અને ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડીને બંધપાત્ર ખોલી તેમાંથી ઉચ્ચ ગુણવંતા વાળો કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા અને માટીની ભેળસેળ કરી હતી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૪૦૭, ૪૬૧, ૪૬૨, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News