મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામે ખેડૂતને દંડની ધમકી આપીને ૪૦૦૦ ની લાંચ લેતા સિંચાઇ વિભાગનો કલાર્ક પકડાયો


SHARE







ટંકારાના ઘુનડા ગામે ખેડૂતને દંડની ધમકી આપીને ૪૦૦૦ ની લાંચ લેતા સિંચાઇ વિભાગનો કલાર્ક પકડાયો

મોરબી જિલ્લાના ટંકારાના ઘુનડા ગામે ખેડૂતે ખેડૂતે સિચાઈનું પાણી લેવા માટે અરજી કરી નથી અને પાણી લીધેલ છે જેથી કરીને દંડ કરવાનું કહીને સિંચાઇ વિભાગના કલાર્ક દ્વારા ખેડૂત પાસેથી લાંચ માંગવામાં આવી હતી અને ખેડૂત પાસેથી ૪૦૦૦ હજાર રૂપિયાની લાંચ લેતા કર્મચારીને એસીબીની ટીમે છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો હતો.

મોરબી નજીકના મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા ટંકારા તાલુકાના એક ખેડૂતે તેની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હતી તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હતો તો પણ મોરબી સિંચાઇ પેટા વિભાગ મચ્છુ-૨ ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને “તમે અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે” તેવું કહીને દંડ કરવાની ધમકી આપી હતી અને જો દંડ ન ભરવો હોય તો ૬૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી અને બાદમાં ૪૦૦૦ આપી દેજો તેમ કહ્યું હતું જેથી કરીને ખેડૂતે એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કર્યો હતો જેથી છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ત્યારે લાંચની માંગણી કરનાર કર્મચારીએ ખેડૂત પાસેથી ૪૦૦૦ ની રકમ સ્વીકારતાની સાથે જ તેને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો. આ કામગીરી એસીબી રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈની સૂચના મુજબ કરવામાં આવી હતી.




Latest News