હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે


SHARE









મોરબીમાં કાલે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જેમાં કોલેજના વિદ્યાર્થી જોડાશે

મોરબીમાં શહીદ દિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોલેજ દ્વારા દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરીને શહીદ ભગતસિંહને વીરાજંલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે જે તિરંગા યાત્રા સવારે ૧૦ વાગ્યે શનાળા રોડે આવેલ સ્કાઈ મોલથી ગાંધીચોક સુધી યોજાશે અને ત્યાં શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરવામાં આવશે ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને ખરા અર્થે શ્રદ્ધાંજલિ આપવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ૧૧૬ યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરશે.




Latest News