મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નજીકના ચકમપર ગામના સરપંચની વાડી તરફ જતી પાણીની લાઈનજાય છે તેને રાગદ્વેષ રાખીને તોડી નાખવામાં આવી હતી જેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હત અને સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં સરપંચે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચાર વ્યકિતઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કામગીરી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ચકમપર ગામના સરપંચ પરસોત્તમભાઈ ગાંડુભાઇ કલારિયાએ હાલમાં તે ગામની અંદર રહેતા જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુન્નો જયંતીલાલ દારોદરા અને જયંતીલાલના પત્નીની સામે ઝઘડો કરી મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી જયંતીલાલએ ગામમાં ગોચરની જમીન ઉપર દબાણ કરે છે અને તેમાંથી પસાર થઈને સરપંચ પરસોતમભાઈની વાડી સુધી પાણીની પાઈપલાઈન જાય છે તેને તોડી નાખી હતી જેને રિપેર કરવા માટેનું કામ ફરિયાદી અને તેની સાથે અન્ય લોકો કરી રહ્યા હતા ત્યારે જયંતિભાઈતેઓને ગાળો આપી હતી અને ધારિયું લઈને મારવા દોડ્યા હતા અને ત્યારબાદ તેના બે દિકરા અને પત્નિએ ઝઘડો કરીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને સરપંચ પરસોતમભાઈ કાલરીયાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ ખાતે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 






Latest News