હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પાસેથી ૧૨૦ બોટલ દારૂ -૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક ઝડપાયો


SHARE







માળીયા (મી)ના ખાખરેચી પાસેથી ૧૨૦ બોટલ દારૂ -૧૨૦ બીયરના ટીન ભરેલી કાર સાથે એક ઝડપાયો

માળીયા (મી)ના ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી ફન્ટી કાર પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ઇંગ્લીશ દારૂની ૧૨૦ બોટલ તથા બીયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૯૯૫૦૦ ના મુદામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂ તથા બીયરનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. 

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના મહિપતસિંહ સોલંકી તથા જયદેવસિંહ ઝાલાને મળેલ ખાનગી બાતમી આધારે ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસે પોલીસ વોચમાં હતી ત્યારે ત્યાંથી એક ફન્ટી કાર જીજે ૩ ડીડી ૫૮૪૬ નીકળી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરતાં તે કારમાંથી વિદેશીદારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું અને કારમાંથી વિદેશીદારૂની ૧૨૦ બોટલ તેમજ બીયરના ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બીયર અને કાર તેમજ મોબાઈલ મળીને હાલમાં ૯૯૫૦૦ ના મુદામાલ સાથે આરોપી ઈમરાન કરીમભાઇ સંધવાણી જાતે મિયાણા (ઉ.૨૮) રહે. હાલ હળવદ હરીનગર સોસાયટી મુળ રહે. જુનાદેવળીયા મોતીનગર પ્લોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે રહેલ દારૂ તથા બીયરનો જથ્થો કયાથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News