હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની નિબંધ સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની નિલમ ડાંગરનો ડંકો


SHARE







રાજ્ય કક્ષાએ કલા ઉત્સવની નિબંધ સ્પર્ધામાં મોટીબરારની મોડેલ સ્કૂલની વિદ્યાર્થિની નિલમ ડાંગરનો ડંકો

માળીયા (મી) મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થિની ડાંગર નિલમ જેઠાભાઈએ મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાના કલા ઉત્સવ ૨૦૨૧-૨૨ માં ભાગ લીધો હતો. અને શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં મોડેલ સ્કૂલની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ મોરબી જિલ્લાને ગૌરવાન્વિત કરતું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. તે બદલ GCERTના નિયામક ડૉ.દર્શનાબેન જોષીના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી જીલ્લાનું અને મોડેલ સ્કૂલનું ગૌરવ વધારવા બદલ  મોડેલ સ્કૂલ મોટીબરારના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ  આપવામાં આવેલ છે






Latest News