મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનુ રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું


SHARE







મોરબી જીલ્લાનુ રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલે ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યું

નેક્સસ સ્ટોરી પબ્લિકેશન સુરત અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અંજાર દ્વારા  ઐતિહાસિક શહેર અંજારના આંગણે શબ્દ મહોત્સવ સ્વરૂપ સાહિત્ય જગતમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક બુક પ્રકાશન યોજવામાં આવેલ હતું અને સાગરભાઇ ચૌચેટા, કૌશલભાઇ જોષી પ્રકાશભાઈ કલસરીયા અને ગુજરાત મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળે વસતા કવિઓ, કવિયીત્રીઓ અને  લેખકો દ્વારા ૫૭થી વધુ પુસ્તકોનુ એકી સાથે કિર્તીમાન વિમોચનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં મોરબીના ધ્રુવનગર ગામના વતની કવિ અને લેખક રાજેશભાઇ વ્યાસની કલમે લખાયેલ પુસ્તક "વર્તમાનના વેણ" તેમજ મોરબીના નાગડાવાસ ગામના વતની સેજલબેન હુંબલની કલમે લખાયેલ પુસ્તક "શબ્દ દેહ"નુ વિમોચન સામેલ હોય જે સમગ્ર મોરબી જીલ્લા માટે ખુબ જ ગૌરવની બાબત સમાન હતું. આ ઐતિહાસિક કાર્યક્રમ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પામેલ છે.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સ્થપાતા આ રેકોર્ડને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહજી, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, હામદેવ આહીર, ત્રિકમભાઇ આહીર તેમજ ગુજરાતના વિધ વિધ ક્ષેત્રના વિદ્વાનો, કલાકારો, લેખક અને કવિઓ દ્વારા શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. અને મોરબીના રાજેશભાઈ વ્યાસ અને નાગડાવાસના સેજલબેન હુંબલ દ્વારા જ્ઞાતિનું ગૌરવ વધારવામાં આવતાં જ્ઞાતિજનો તેમજ સાહિત્ય પ્રેમીઓ દ્વારા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.






Latest News