મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના અજંતા ઓરેવા ગ્રુપની પોલેન્ડના રાજદૂતે મુલાકાત લઈને ઘડીયાળ ઉદ્યોગ માહિતી મેળવી 


SHARE







મોરબીના અજંતા ઓરેવા ગ્રુપની પોલેન્ડના રાજદૂતે મુલાકાત લઈને ઘડીયાળ ઉદ્યોગ માહિતી મેળવી 

પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કી મોરબી જિલ્લાની મુલાકાતે આવેલ છે ત્યારે મોરબી શહેરના ઐતિહાસીક અને સાંસ્કૃતિક ધરોહર સમા મયુર પેલેસદરબાર ગઢ અને મણિમંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ મોરબીના વિશ્વ વિખ્યાત ઘડીયાળ નિર્માણ અને બનાવટ અંગેની જાત માહિતી મેળવવા અજંતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત લીધી હતી.

મોરબી રાજકોટ હાઇવે ઉપર વિરપર પાસે અંજતા ઓરેવા ગ્રુપની ફેક્ટરીની મુલાકાત વેળાએ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કીએ ઘડીયાળ બનાવવાની તમામ વિગતો અને ઘડીયાળ બનાવવાની પદ્ધતિ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી. મોરબી જિલ્લામાં અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણની પહેલની સરાહના કરી મહિલાઓને સ્વાવલંબન બનાવવાના પગલાને સ્તુત્ય ગણાવ્યું હતું.

અંજતા ગ્રુપની ફેક્ટરીમાં મુલાકાત બાદ પોલેન્ડના દિલ્હી સ્થિત રાજદૂત એચ.ઇ. પ્રો. એડમ બુરાકોવ્સ્કીએ જણાવ્યું હતું કેહું અહીંની પ્રોડક્સન પદ્ધતિથી ખૂબ જ પ્રભાવીત થયો છું. કેમકે તેઓ મહિલાઓને રોજગારી આપીને ખૂબ જ મદદ કરી રહ્યા છે અને તેઓની પ્રગતિમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. જયસુખભાઇ પટેલની આગેવાની હેઠળની અજંતા ઓરેવા કંપનીની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું. તેઓની મુલાકાત વેળાએ અજંતા ઓરેવા ગ્રુપના પ્રોડક્શન મેનેજર રાજકુમારજી એમ.એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર દિનેશભાઇ દવેજિલ્લા વહિવટી તંત્ર વતી ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી દેવાંગ રાઠોડ જોડાયા હતા.






Latest News