ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વીશીપરામાં થયેલ ઘરફોડ ચોરીમાં એક પકડાયો એકની શોધખોળ


SHARE











મોરબીના વીશીપરામાં થયેલ ઘરફોડ ચોરીમાં એક પકડાયો એકની શોધખોળ

 
મોરબીના વીશીપરામાં થયેલ ઘરફોડ ચોરીમાં હાલમાં બી ડીવીજન પોલીસે એક તસ્કરને પકડાયો છે અને એકની શોધખોળ હાથ ધરેલ છે.

મોરબીના વીશીપરામાં આવેલ ચાર ગોડાઉનની પાસે રોહીદાસપરા મેઈન રોડ ઉપર રહેતા મગનભાઈ ઘોઘાભાઈ કુરિયા જાતે કોળી (૩૮) નામના યુવાનનું ઘર ગત તા.૧૬-૬ રોજ બંધ હતું ત્યારે રાત્રિ દરમિયાન તેમના ઘરની છત ઉપરના દરવાજાની સ્ટોપર તોડીને અજાણ્યા ચોર ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રાખેલા લાકડાના કબાટમાંથી સાંકડા નંગ-૨ વજન આશરે ૩૧૮ ગ્રામ, ઝાંઝરી નંગ-૨ વજન આશરે ૧૧૯ ગ્રામ, પુરુષના હાથમાં પહેરવાની લક્કી વજન આશરે ૧૦૫ ગ્રામ એમ કુલ મળીને ૫૪૨ ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા ૨૨ હજાર તેમજ સ્ત્રીઓને કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી નંગ-૧ તેમજ નખલી નંગ-૩ વજન આશરે ૪.૯૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૮ હજાર એમ કુલ રૂપિયા ૪૦ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થઇ હતી. જે દરમ્યાનમાં માળીયા ફાટકેથી પકડાયેલા ઇસમોએ પોલીસને આપેલ કેફીયત બાદ મગનભાઈ ઘોઘાભાઈ કોળીએ સીટી બી ડીવીજન પોલીસ મથક ખાતે જુસબ ઉર્ફે જુસો જાકમ નુરમામદ ભટ્ટી મીંયાણા (ઉમર ૧૯) રહે.૧-કુલીનગર વીશીપરા મોરબી તેમજ સાહીલ અલ્યાસ કટીયા રહે.વીશીપરા સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ બી ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા ચલાવી રહ્યા હોય ગઇકાલે ઉપરોકત ચોરીમાં તેઓએ જુસબ ઉર્ફે જુસો જાકમ નુરમામદ ભટ્ટી મીંયાણા (ઉમર ૧૯) રહે.૧-કુલીનગર વીશીપરા મોરબીની ધરપકડ કરેલ છે અને તેની સાથે ચોરીમાં સંડોવાયેલા સાહીલ અલ્યાસ કટીયા રહે.વીશીપરાની શોધખોળ શરૂ કરેલ છે.
મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ





Latest News