મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સામાજીક જવાબદારીના ભાગરૂપે શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ


SHARE







મોરબીમાં સામાજીક જવાબદારીના ભાગરૂપે શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ

દાન ઘણા લોકો કરે છે પણ યોગ્ય જગ્યાએ આપેલ દાનનું અનેરૂ મહત્વ હોય છે.ભગવાનનું બીજું સ્વરૂપ એટલે બાળકો એવા બાળકોને કંઈને કંઈ  પ્રોત્સાહિત લાભ મળે તે માટે સ્થાનિક ઉદ્યોગ શ્રેષ્ઠી ગ્રૂપ રીબેકા લેમીનેટસ દ્વારા ચાલો બાળકોનાં સ્મિતનું કારણ બનીએ તેમ એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત પીલુડી ગામના સરપંચ અને આગેવાનો દ્વારા  પ્રાથમિક શાળાના બાળકો માટે યુનિફોર્મ કરાવવાની વાત અહીંના રિબેકા લેમીનેટસના સંચાલકોને કરવામાં આવી હતી અને વાત સાંભળતાની સાથે જ સામાજીક જવાબદારીના ભાગરૂપે રિબેકા લેમીનેટસના સંચાલકોએ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ભેટ સ્વરૂપે યુનિફોર્મ બનાવડાવી આપવાની હા પાડી દીધી.બાળકોના સ્મિતનું કારણ બનેલ દાતાઓનો શાળા પરિવાર, પીલુડી ગામના સરપંચ, આગેવાનો અને ગ્રામજનોને આભાર માન્યો હતો.શ્રી પીલુડી પ્રાથમિક શાળાના બાળકોને રીબેકા લેમીનેટસ ગૃપ દ્વારા અંદાજીત ૨૨ હજારના ખર્ચે શાળાના તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં શાળાને બીજી જરૂરીયાત હોય તો જણાવશો તેવી અન્ય ઉધોગગૃહો માટે પ્રેરણસમાન વાત કરી હતી.દાતાની દિલેરી બદલ પીલુડી પ્રાથમિક શાળાના આચાર્ય સહીતના સ્ટાફ પરીવાર અને ગ્રામજનોએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News