હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વેલેન્ટાઇન ડેનું અનોખું સેલિબ્રેશન!: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને લકઝરીયસ કારમાં સફર


SHARE









વેલેન્ટાઇન ડેનું અનોખું સેલિબ્રેશન!: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને લકઝરીયસ કારમાં સફર

“વેલેન્ટાઇન ડે”ની ઉજવણી ગઈકાલે ઠેર ઠેર કરવામાં આવી હતી ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને લકઝરીયસ કારમાં સફર કરાવવામાં આવી હતી અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના ચહેરા પર સ્માઈલ લાવીને “વેલેન્ટાઇન ડે”ની નહી પરંતુ વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, “ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દવું”  આ ગીત સંભાળતાની સાથે જ આજ કાલના નાના નાના બાળકોના પગ જુમવા લાગે છે તો વિચાર કરો કે, જો ચાર ચાર બંગડીવાળી કારમાં બેસવાનો મોકો મળે તે...મોરબી સિરામિક ઉદ્યોગપતિઓના સહકારથી મોરબીમાં જોય રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને જોડવામાં આવ્યા હતા અને ચાર ચાર બંગડીવાળી કાર ઉપરાંત બીએમડબ્લ્યુ, ફોર્ચુન,મર્સિડીઝ સહિતની કારમાં બેસાડીને શહેરના શનાળા રોડથી શરુ કરીને દરેક વિસ્તારમાં સફર કરાવવામાં આવી હતી જેને બાળકોએ ફૂલ ઇનજોય કરી હતી વાત્સલ્ય દિવસની ઉજણવી કરવાનો વિચાર યંગ ઇન્ડિયા ગ્રુપને આવ્યો હતો અને તેમાં તમામ સભ્યો જોડાય હતા આ તકે મોરબી જિલ્લાના શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, યંગ ઈન્ડિયા ગ્રૂપના દેવેન રબારી, શશાંક દંગી, નિલેષભાઈ જેતપરિયા, કેતનભાઈ વિલપરા, દિનેશભાઇ વડસોલા, મનન બુધ્ધદેવ સહિતના હાજર રહ્યા હતા




Latest News