ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળિયા (મિ)ના વાગડિયા ઝાપા પાસે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી: સામસામી ફરિયાદ


SHARE











માળિયા (મિ)ના વાગડિયા ઝાપા પાસે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મારામારી: સામસામી ફરિયાદ

માળિયા-મિયાણાના વાગડિયા ઝાપા પાસે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને મારા મારીનો બનાવ બન્યો હતો અને બંને પક્ષના લોકોને માર મારીમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે આવા માળિયામાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા કાસમભાઈ હુસેનભાઇ સંવાણી જાતે મિયાણા (૨૧)એ ઇકબાલભાઇ અલ્યાસભાઇ ભટ્ટી, હૈદરભાઇ કાદરભાઇ ભટી તથા સિકંદરભાઇ કાસમભાઇ ભટી રહે. બઘા માળીયા(મી) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને એકાદ માસ પહેલા ઈકબાલભાઈ અલ્યાસભાઈ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનો ખાર રાખીને માળિયા-મિયાણાના વાગડિયા જાપા પાસેથી તે અને તેના મિત્રો પસાર થતા હતા ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી જેથી ગાળો આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શ્ખ્સોએ મારામારી શરૂ કરી હતી અને આરોપી હૈદર કાદર ભટ્ટીએ સલમાનને જમણા હાથમાં તેમજ પગમાં ધોકા વડે માર માર્યો હતો અને સિકંદર કાસમ ભટ્ટીએ તાજમામદને ટનો છુટો ઘા મારીને નાકના ભાગે ઈજા કરી હતી અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી હાલમાં કાસમભાઈ હુસેનભાઇ સંવાણીની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવી છે

તો સામા પક્ષેથી સિકંદરભાઈ કાસમભાઈ ભટ્ટી (ઉંમર ૩૨) રહે. ભટ્ટીની વાંઢ વાળાએ સલમાનભાઇ હુશેનભાઇ સધવાણી, કાસમભાઇ હુશેનભાઇ સધવાણી, તાજમહમંદ કરીમભાઇ સધવાણી અને સીરજભાઇ કરીમભાઇ સધવાણી રહે. બઘા વાડા વિસ્તાર માળીયા(મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે એકાદ માસ પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા તેની સાથે તેના મિત્રોને ગાળો આપી હતી અને ગાળો બોલવાની ના પાડતાં ચારેય શખ્સોએ તેની સાથે માથાકૂટ કરી હતી અને ત્યારે ત્રણ વ્યક્તિને ઇજા થયેલ હતી જેથી સારવારમાં ખસેડાયા હતા હાલમાં પોલીસે મારામારીના આ બનાવમાં સામસામી ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News