વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી ગામે વીજ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરનારા ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીના કેરાળી ગામે વીજ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરનારા ચાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના કેરાળી ગામે વીજ ચેકિંગ કરવા માટે વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓની ટીમ થોડા દિવસો પહેલા પહોંચી હતી ત્યારે એક મકાનમાં મીટર ડાયરેક્ટ ચાલતું હતું જેથી કરીને અધિકારીએ તે મીટર ઉતારી લીધું હતું જેથી ઘરધણી, તેના દીકરો તેમજ અન્ય બે વ્યક્તિઓએ તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ અધિકારી અને કર્મચારીને લાકડી વડે અને લાફા ઝીકિને માર માર્યો હતો જેથી અધિકારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આ ગુનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે 

ધ્રોલના ગાંધી ચોક પાસે આવેલ રોયલ ગ્રીન સોસાયટીમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અધિકારી જીતેન્દ્રભાઈ અશોકભાઈ રાજા જાતે સુધી લુહાણા (ઉંમર ૨૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સવજીભાઈ અરજણભાઈ, સવજીભાઈ અરજણભાઈનો દીકરો, અમુભાઈ હુંબલ તેમજ એક અજાણ્યા શખ્સ સામે ફરજમાં રૂકાવટ કરીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તા, ૨૮/૧ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તેઓ પોતાની ટીમ સાથે કેરાળી ગામે વીજ ચેકિંગ માટે પહોંચ્યા હતા અને ત્યારે આરોપી સવજીભાઈ અરજણભાઈના ઘરે મીટર ડાયરેક્ટ ચાલુ હોવાથી તેઓના ઘરેથી મીટરને ઉતારી લેવામાં આવ્યું હતું જેથી સવજીભાઇ અરજણભાઈ, તેના દીકરા અને અમુભાઈ હુંબલે તેને ગાળો આપી હતી ત્યારબાદ જીતેન્દ્રભાઈ પોતાની ગાડી તરફ જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા શખ્સે આવીને તેને લાકડીથી માર માર્યો હતો અને સવજીભાઈએ ફરિયાદીને તેની ગાડીમાંથી કોલર પકડીને નીચે ઉતારીને સવજીભાઈ, તેના દિકરા અને અમુભાઈએ તેઓને બે થી ત્રણ લાફા ઝીકયા હતા તેમજ તેની સાથે રહેલા વીજ કંપનીના કર્મચારી સુરજભાઈ ગોવિંદભાઈ મરડીયા (૨૭)ને પણ માર મારીને મુંઢ ઈજાઓ કરી હતી જેથી આ ચારેય શખ્સોની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો હાલમાં પોલીસે સવજીભાઈ અરજણભાઈ હુંબલ (૭૩), મનસુખભાઈ સવજીભાઈ અરજણભાઈ (૪૧), અમુભાઈ રાણાભાઈ હુંબલ (૫૩) અને મનવીર બીજલભાઈ બાલાસરા (૩૯) રહે, બધા જ કેરાળી વાળાની ધરપકડ કરેલ છે 




Latest News