વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE







મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ

મોરબી શહેરમાં આવેલ મણિમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે જે દબાણો તોડી પાડવા માટે અગાઉ મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજારાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી અને અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મણિમંદિર પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ હજુ સુધી આ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું નથી ત્યારે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલબેન હિન્દુસ્તાની, કમલભાઈ દવે સહિતના યુવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાં ધરણા યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેની સાથોસાથ આગામી તા. ૨૨/૨/૨૦૨૨ સુધીમાં ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે થઇને કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સહિતના અધિકારીઓની રહેશે તેવી ચીમકી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવે છે




Latest News