વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવાર સમાજ દ્વારા આયોજિત સૌને ઘેર સમુહલગ્નમાં કરિયાવર માટેના દાતાઓનું સન્માન કરાયું


SHARE







મોરબીમાં સતવાર સમાજ દ્વારા આયોજિત સૌને ઘેર સમુહલગ્નમાં કરિયાવર માટેના દાતાઓનું સન્માન કરાયું

મોરબીમા શ્રી સતવારા સહકાર મંડળ દ્વારા દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. આવી જ રીતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં રાખીને વધુ લોકો એક જ જગ્યાએ એકત્રીત ન થાય તે માટે હેતુથી સમુહ લગ્ન સમીતી તેમજ હોદેદારોએ નવતર અભિગમ અપનાવ્યો છે અને કોરોના દરમ્યાન વધુ લોકોને એક જગ્યાએ એકત્રિત કરવાના બદલે સૌને ઘેર સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ૩૧ નવદંપતી પોતપોતાના ઘરે પ્રભુતામાં પગલા માંડશે જે લગ્નવિધી મહા સુદ નોમને તારીખ ૧૦-૨-૨૦૨૨ને ગુરુવારના રોજ યોજાશે ત્યાર પહેલા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સમાજની વાડી ખાતે આજે સમૂહલગ્નમાં જોડાયેલ દીકરીઓના પરિવારને દાતાઓના સહકારથી જે કરિયાવર આપવાનો હતો તે આપી દેવામાં આવેલ છે તેમજ આ તકે દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમુહ લગ્નમાં દરેક દિકરીઓને કરીયાવરમાં લાકડાની શેટી તેમજ સોના, ચાંદીના ઘરેણાની વીવીધ વસ્તુઓ સાથે વાસણ અને જરૂરી ૧૦૨ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવેલ છે અને આ સમૂહલગ્ન માટે મુખ્યદાતા દર્શનભાઇ દિલીપભાઇ પરમાર અને નિરવભાઇ દિલિપભાઇ પરમાર હતા તે સહિતના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સાતમાં સમુહલગ્નને સફળ બનાવવા માટે સમુહ લગ્ન સમિતીના પ્રમુખ મેરૂભાઇ કંઝારીયા, ઉપપ્રમુખ ધરમશીભાઇ હડિયલ, મંત્રી લાલજીભાઇ જાદવ, કન્વીનર ભાવેશભાઇ કંઝારીયા અને વિજયભાઇ પરમાર, સહ કન્વીનર પ્રભુદાસ ડાભી, દિનેશભાઇ પરમાર, દેવશીભાઇ ડાભી અને કરીયાવર સમિતી કન્વીનર વિજયભાઇ પરમારે જણાવ્યુ  છે




Latest News