મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ અનુસંધાને ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ અનુસંધાને ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન

રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ ડૉ.સી.વી.રામનની મહાન વૈજ્ઞાનિક સિધ્ધિ રામન ઈફેક્ટની યાદમાં માનવમાં રહેલ સર્જનાત્મક શોધ-સંશોધન વૃતિને બહાર લાવવાનાં હેતુસર વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારીત વૈજ્ઞાનિક મૉડેલ બનાવવા માટે ત્રિ-દિવસીય વર્કશોપ સેમીનારનું આયોજન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકશોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં "રાષ્ટ્રીય વિજ્ઞાન દીવસ"નાં અનુસંધાને માનવમાં રહેલ સર્જનાત્મક શોધ-સંશોધન વૃતિને બહાર લાવવાંનાં હેતુથી આગામી તારીખ ૨૨-૨૩-૨૪  ફેબ્રુઆરી ત્રિદીવસીય વર્કશોપ સેમીનાર સવારે ૯:૩૦ થી ૫ રહેશે.વર્કશોપ સેમીનારમાં ભાગ લેવાં માટે ધોરણ ૧ થી ૧૨, કૉલેજનાં વિધાર્થીઓ,શિક્ષક મિત્રો તજજ્ઞો તથાવાલીઓ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાનું નામ, ધોરણ-વ્યવસાય, સ્કૂલનું નામ તથા જે વિજ્ઞાનનાં સિધ્ધાંત આધારિત મોડેલ બનાવવા ઈચ્છે  છે તે વિજ્ઞાનનાં મોડેલનું નામ તેમજ તે બનાવવા માટે જરૂરી સાધન સામગ્રીના નામનું લીસ્ટ તૈયાર કરીને મોકલી આપવાનું રહેશે.બપોરે ભોજનની વ્યવસ્થા તથા બહારગામનાં સ્પર્ધકોને મુસાફરી ખર્ચ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે.યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ પોતાની વિગત તા.૧૯ સુધીમાં એલ.એમ.ભટ્ટ  (મો.98249 12230,  87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવાની રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News