ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ


SHARE







માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ

માળીયા તાલુકાનાં ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે પસાર થતી ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ટવેરા કારમાથી ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ  અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩.૪૭ લાખના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ દારૂની બદીને નાબૂદ કરવા સુચના આપેલ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે કારમાં વિદેશીદારૂ તથા બીયર ટીનની હેરાફેરી કરતા એક આરોપીને વિદેશીદારૂ તથા બીયરના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની માહિતી આપતા માળીયા પોલીસે જણાવ્યુ હતુ કેનિઝામભાઇ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (ઉ.૨૭) રહે. હાલ- વીસીપરા મદીના સોસાયટી મોરબી-૨ મુળ રહે. કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાટર નં -૩૦૨ ની બાજુમાં ભાવનગર વાળની ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૦૮ બોટલો મળી આવી હતી અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩,૪૭,૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, રણજીતસિંહ રોહડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને શામજીભાઇ ઉઘરેજાએ કરી હતી 






Latest News